કપરાડા: આજરોજ વલસાડના બહુલક આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના વિસ્તારમાં વર્તમાન સમયમાં પોતાની કારકિર્દી બનાવવમાં સગવડતા મળી રહે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લેખન-વાંચનની સમજ મળી રહે એવા શુભ ઉદ્દેશથી કપરાડા એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ ફિલ્ડ અંગે માર્ગદર્શન સુરતના હિરનના બેન ભુસારા, વાંચન ટીપ્સ તથા પુસ્તક સિલેકશન પદ્ધતિ વલસાડના ઉદવાડા ખાતે શિક્ષક ખાતે ફરજ બજાવતા મનોજ રાઉત, સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમની તુલનાત્મક માહિતી તથા te મુજબનું આયોજન શ્રી મહેશભાઈ ગાવઢા નાયબ સેક્શન અધિકારી ગાંધીનગર, મોટીવેશનલ સ્પીચ શ્રી નવીનભાઈ પટેલ પ્રો. રાજકોટ વગેરે દ્વારા હાજર રહેલા યુવાનોને અલગ અલગ વિષયો પર સંબોધન કરવામાં આવ્યું હતું.

કપરાડા એજ્યુકેશન ગ્રુપ દ્વારા લોકરક્ષક, PSI, ASI, ફોરેસ્ટર, તલાટી ક્લાર્ક, અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાલક્ષી માર્ગદર્શિકા અને વાંચનની પદ્ધતિની ટીપ્સ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન જયંતીભાઈ કે રાડિયા, મનોજ રાઉત, પંકજભાઈ ભુસારા, દિનેશભાઈ CRC, વિનોદભાઈ માહલા, સતીષભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.