ધરમપુર: ગતરોજ તાલુકા કપરાડાની ગ્રામ પંચાયત ટુકવાડા ની પરિશિષ્ટ(બંધારણ)માં ભૂલ છે તે સુધારો કરવા બાબતે ટુકવાડા ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો મતદાર ભાઇ-બહેનો, વડીલોએ વલસાડના કલેક્ટર સાહેબશ્રી આવેદનપત્ર આપવા આવ્યું.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે જેમાં ટુકવાડા ગામનું સાગરમાંળ ફળિયુંને ઘાડવી ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જેને તાત્કાલિક ટુકવાળા ગ્રામપંચાયતમાં સમાવવામાં આવે અને આ ફળિયામાં આશરે 241 જેટલા મતદારો હોઈ અને તમામ મતદારોની સહી કરેલ કાગળ સાથે વલસાડના કલેક્ટર સાહેબશ્રી આવેદનપત્ર રજુઆત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં જો તાત્કાલિક સુધારો કરવામાં ન આવ્યો તો ગ્રામજનો દ્વારા ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત આવેદનપત્રમાં કરવામાં આવી છે આ પ્રસંગે સરપંચશ્રી અશ્વિનભાઈ, વલસાડ જિલ્લા મહામંત્રી વસંતભાઈ, ધરમપુર તાલુકા પંચયાત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ગામના આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

