ચીખલી: ગતરાત્રે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા નવા ફળીયાના 24 વર્ષીય જેનીશ બિપિનચંદ્ર પટેલ રાનકુવા થી રાનવેરીકલ્લા પોતાના ઘરે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં સ્થાનિક બાઈક ચાલક 24 વર્ષીય યુવકનુ મોત નિપજ્યું હતું. ગતરાત્રે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા નવા ફળીયાના જેનીશ બિપિનચંદ્ર પટેલ ઉંમર વર્ષ 24 રાનકુવા થી રાનવેરીકલ્લા પોતાના ઘરે બાઈક નંબર GJ-21-BN- 0492 પર જઈ રહ્યો હતો. દરમિયાન રાનવેરીકલ્લા ગોડાઉન ફળિયા ગ્રામ પંચાયતની સામે અજાણ્યા વાહન ચાલકે જેનીશ પટેલની બાઈક સાથે અકસ્માત કરતા જેનીશને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા સારવાર મળે તે પૂર્વે જ રસ્તામાં જ મોત નિપજ્યું હતું.
અડફેટે લેનાર વાહન ચાલક ઘટના સ્થળે થી વાહન લય ફરાર થયા ગયો હતો. ઘટનાની જાણ જેનીશના પરિવારજનોએ રાનકુવા પોલીસ ચોકીમાં કરતા રાનકુવા પોલીસ ચોકીના પોલીસકર્મી મેહુલભાઈ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.

