કપરાડા: આજરોજ કપરાડા તાલુકા સુખાલા ગામના વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલના અધ્યક્ષ સ્થાને જાહેર સભામળી, સુખાલા ગાર્ડન, સાઈધામ ખાતે ગામના સરપંચશ્રી મતિ જયશ્રીબેન પ્રકાશભાઈ પટેલ તથા સભ્યશ્રીઓનો પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરી અને મુદત પૂર્ણ થતાં ગ્રામજનોનો આભાર દર્શન તથા પાંચ વર્ષ કરેલી કામગીરીને લોકો સમક્ષ રજુ કરવામાં આવી.

આ પ્રસંગે ગામના સિનિયર આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પ્રકાશભાઈ એસ. પટેલ દ્વારા ગામના વિકાસ તથા સાંઈધામની ધર્મની સમાજમાં માર્ગદર્શન મળે જે બાબતેની ગ્રામજનોને વાકેફ કર્યા. અને આગામી ચુંટણીમાં ગામમાં સમરસ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.

આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં સર્વ સંમત ઉમેદવાર (સમરસ) ની બાબતે સર્વે ગામના સિનિયર આગેવાનો દ્વારા સમર્થન સાથે આ કાર્યક્રમમાં તા. પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ શંકરભાઈ પટેલ, ગામના માજી સરપંચશ્રી ભુલાભાઈ, સિનિયર આગેવાનો મદારભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, તા. પંચાયતના સદસ્પ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા.