ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ આસુરા ખાતે યોજવાના કારણે તંત્ર દ્વારા આસુરા બિરસામુંડા સર્કલ થી વાંસદા જતા રોડ પર આજે કેટલા સમયથી પ્રજાની અનેક રજુઆત કરી કર્યા છતાં ધરમપુર-વાંસદા રોડના ન પુરતા ખાડાઓ મંત્રીના આવવા ટાણે 5 જી સ્પીડે પુરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News સાથે વાત કરતા અપક્ષના નેતા કલ્પેશભાઈ જણાવે છે કે ધરમપુર ખાતે આવનારી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો અમારે આ કાર્યક્રમનો કોઈ વિરોધ નથી. પરંતુ આજરોજ તંત્ર દ્વારા આસુરા બિરસામુંડા સર્કલ થી વાંસદા જતા રોડ પર આજે કેટલા સમય થી રજુઆત કરી તાલુકા ની સામાન્ય સભા માં રજુઆત કરી છતાં પણ તંત્ર એ આ ખાડાઓ પુરાવાની સેજ પણ તસ્તી ના લીધી અને ધૂળની ડમરી ઓ ઊડતી રહી. પરંતું આજરોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ આવવાના હોઈ જેથી તંત્ર ની પોલ ખુલી જવાના બીકે આ રોડ પર પાણી મારીને તંત્ર દ્વારા ધૂળની ડમરીઓ સંતાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તંત્ર પ્રજાને મૂરખ બનાવવાનું બંધ કરવું જોઈએ.
મારી માનનીય નરેશભાઈ ભાઈ સાહેબને ખાસ વિન્નતી કે અમારા ધરમપુરની મુલાકાતે આવ્યા આપનો ખૂબ આભાર પરંતુ આ તંત્રને પણ સુચના આપતા જજો કે વહેલી તકે કરંજવેરી થી વાંસદા જતા રોડના ખાડાઓ પુરે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માત નો ભોગ ના બને.

