બીમીમોરા: દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે દારુના ધામા સાથે જુગારના ધામા પણ ખુબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે ત્યારે  નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બીલીમોરામાંથી મોટી માત્રામાં જુગારધામમાં જુગાર રમતા શકુનીઓને ઝડપી પાડયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ બીલીમોરા દેવસર વિસ્તારમાં આવેલી હરસિદ્ધ આઇસ ફેક્ટરીમા નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે છાપો મારતા મોટી માત્રામાં જુગાર રમતા જુગારીઓને રોકડ રકમ સહિત ઝડપી પાડયા. રેડમાં ૮ થી વધુ લોકો મળી અંદાજિત ૭ લાખ રૂપિયા રોકડા તેમજ ફોર વ્હીલ ગાડી સહિત અંદાજે ૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ નવસારી એલ.સી.બી એ કબ્જે કર્યો.

બીલીમોરા પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડતા નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો. હાલમાં સમગ્ર વિસ્તારના જુગારધામોમાં ભયનું વાતાવરણ ઊભું થઇ ગયું હોય એમ લોકો કહી રહ્યા છે.