નાનાપોંઢા: એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો અને સાહિત્ય રસિકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા આયોજિત યોજાયો હતો. સાહિત્ય સર્જકો અને સાહિત્ય રસિકો ઉપસ્થિતિમાં કાર્યક્રમ પ્રાર્થના અને દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડાહ્યાભાઈ વાઢું(આદિવાસી સાહિત્યના સંશોધક અને સંપાદક), પ્રા. ડો. અરવિંદભાઈ બી. પટેલ (શિષ્ટ સાહિત્ય અને આદિવાસી સાહિત્ય સંશોધક અને સંપાદક), નગીનભાઈ વાડું(“વરાડ” ફિલ્મ તેમજ સિરિયલમાં વારલી બોલીના સંવાદક) અને અરવિદભાઈ પટેલ (આદિવાસી સાહિત્ય ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન) ડો. જગદીશભાઈ ખાંડરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા નગીનભાઈ વાડુંએ “વરાડ” ફિલ્મ તેમજ સિરિયલમાં કયા હેતુ સાથે બનાવવામાં આવી છે તેમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની માહિતી આપી હતી. ડાહ્યાભાઈ વાઢુંએ આજે કન્સરી દેવીની પૂજા અને એનો ઇતિહાસ તેમણે ટૂંકમાં રજૂ કર્યો હતો કનસરી દેવીની કથા તેમની પૂજા અને હાલે વર્તમાનમાં ક્યારે અને કોના દ્વારા ક્યાં પૂજા થાય છે જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રા. ડો. અરવિંદભાઈ બી. પટેલ તેમણે વિશેષ પ્રમાણે બરામ દેવ અંગે સચોટ માહિતી આપી હતી. બરામ દેવનો ઇતિહાસ જે માત્ર આદિવાસીના દેવ છે. અને બહુદા પ્રમાણમાં ધોડિયા લોકોની જાતિમાં ખાસ માન્ય દેવ છે. સાથે બરામ દેવની પૂજા ક્યાં, ક્યારે અને બે પ્રકારના બરામ દેવ ની પૂજા અંગે ઝીણવટ ભરી માહિતી આપી હતી.

કપરાડા, ધરમપુર, ડાંગ, સુરત, મઢી જેવા વિસ્તાર માંથી આવેલ સર્જકો અને સાહિત્ય રસીકોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. જ્યારે મુખ્ય વક્તાઓને સાલ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજક જસવંતભાઈ ભીંસરા, રાજેશભાઇ પટેલ, બાબુભાઇ ચૌધરી,મનોજભાઈ જાદવ અને ડૉ. જગદીશભાઈ ખાંડરા અને રાજેશભાઇ પટેલે તથા કાર્યક્રમનું સંચાલન જસવંતભાઈ ભીંસરાએ કર્યું હતું.