નવસારી: થોડા દિવસ પહેલા જ વડોદરામાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની દુકાનો બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને હવે નવસારી જિલ્લામાં પણ હિંદુ સંગઠનો દ્વારા નોનવેજની દુકાનો અને લારીઓ હટાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી હિન્દુ યુવાવાહિની તથા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો સાજન ભરવાડ, રમેશભાઈ બાપુ, કિશોર કબાટવાળા, અર્જુનભાઇ વગેરે દ્વારા જાહેર રસ્તાઓ પરની નોનવેજની દુકાનો બંધ કરાવવા નવસારી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
તેમનું કહેવું છે કે નવસારી જિલ્લાના જાહેર રસ્તાઓ પર નોનવેજની દુકાનો અને લારીઓ હોય જ છે તમે ત્યાંથી પસાર થાઓ એટલે નોનવેજ બનાવતા એના ધુમાડા પસાર થતા લોકોની આંખોમાં જતા હોય છે અને એક મોટું ન્યુસન્સ જેવું લાગે છે. માટે નવસારીની પ્રજાને રાહત અપાવવા હિન્દુ સંગઠનોની આ એક પહેલ છે.

