વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદિવાસી વિસ્તારમાં કોવિડ-19ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા અનેક એસ.ટી બસો બંધ કરવામાં આવેલ જે તાત્કાલિક ધોરણે આદિવાસી તમામ વિસ્તારમાં ચાલુ કરવા બાબતે વિનંતી કરવામાં આવી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ઉમરગામ થી અંબાજીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં કોવિડ-૧૯ વાયરસને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં અનેક એસ.ટી બસના રૂટો બંધ કરવામાં આવેલ, હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી તમામ આદિવાસી જિલ્લામાં તાત્કાલિક ધોરણે ચાલુ કરવા એસ.ટી વિભાગના નિયામકશ્રીને આદેશ કરી બંધ થયેલ એસ.ટી બસના રૂટો આમ જનતાને મુશ્કેલ અને શાળા, કોલેજ તથા સરકારી કે ધંધાકીય નોકરી સાથે જોડાયેલને રાહત મળશે.

આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય ન લેવામાં આવે તો મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે જન-આંદોલન કોંગ્રેસેના આગેવાનો, આદિવાસી આગેવાનો અને યુથ કોગ્રેસના આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસ અને આમરણાંત ઉપવાસ કે રસ્તા રોકો આંદોલનની ફરજ પડશે.