વાંસદા: દેશભરમાં આજે દિવાળીના તહેવારની લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાંસદામાં 108 એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા 108ના લોકેશન પર રંગોળી બનાવી અને દીપક પ્રગટાવીને દિવાળી પર્વને ચાલુ ફરજ પર મનાવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પરીખ સાહેબ તથા જિલ્લાના ઈ.એમ.ઈ મયંક ચૌધરી સાહેબના નેજા હેઠળ 108ના કર્મચારીઓ સતત અને અવિરતપણે નવસારી જિલ્લાના લોકોને તહેવારોમાં સેવા આપી રહ્યા છે. અને કર્મચારીઓને પોતાના પરિવારથી દૂર રહીને બીજા પરિવારને દુઃખ સહન ન કરવું પડે એટલે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવે છે. વાંસદા 108ના કર્મચારી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરી દિવાળી પર્વ પર 108ના અઘિકારી દ્વારા કર્મચારીઓનું મોઢું મીઠું અને મીઠાઈ આપવામાં આવી.

કર્મચારીઓ ની મહત્વની કામગીરી જિલ્લાના અધિકારી ધવલ પરીખ સાહેબ અને મયંક ચૌધરી સાહેબ દ્વારા બિરદાવવામાં આવી. પ્રકાશનું પર્વ દિવાળી પર સાચી દિશામાં 108ના કર્મીઓ પોતાની ફરજ નિભાવી રહી છે. નવસારી જિલ્લામાં 15 જેટલી 108 એમ્બ્યુલન્સ દિવસ રાત દીવાળી પર્વ પર તૈનાત રહે છે.