ક્રિકેટ: ગઈકાલે અફઘાનીસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ જીત્ય બાદ બધા જ ક્રિકેટ પ્રેમીઓના બધાના મનમાં એક જ સવાલ છે કે હવે ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે. આનો જવાબ એ છે કે.. હવે ભારતે પોતાના પાડોશી દેશની ટીમ અફઘાનિસ્તાનના ભરોસે રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામેની જીત પછી સેમીફાઈનલમાં પહોંચવાની આશા તો જીવંત રાખી છે પણ રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે.

કાલની મેચમાં અફઘાનીસ્તાનના હાર્યા બાદ તેની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. આમ ભારતને હવે સેમી ફાઈનલનો રસ્તો મોકળો અફઘાનિસ્તાન ટીમ જ કરાવી શકે એમ કહી શકાય.