ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક અગાસી મેઈન રોડથી તાડપાડા થઈને વિરવણા ડુંગર થી વેલણપુરને જોડતા રસ્તા તથા મીયાંઝરી ઢોલુંબર ગામે માંડવખડક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બને બેઠકના તમામ રસ્તાઓનુ માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના માંડવખડક અગાસી મેઈન રોડથી તાડપાડા થઈને વિરવણા ડુંગર થી વેલણપુરને જોડતા રસ્તા તથા મીયાંઝરી ઢોલુંબર ગામે માંડવખડક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બને બેઠકના તમામ રસ્તાઓનુ માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાવિત ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ ભાજપ પ્રમુખ મયંક ભાઈ પટેલ અશ્વિન ભાઈ પટેલ બાઘકામ સમિતીના અઘ્યક્ષ દિપાબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

માનનીય મંત્રીશ્રી નરેશભાઇ પટેલ સભાને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના સાહેબના નેતૃત્વમાં  વર્તમાન સરકાર વિકાસના કામને લઈને ખુબ જ હકારાત્મક અભિગમ સાથે એગ્રસીવ મૂડમાં છે. ગ્રામિણ ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસના કામો આવનારા સમયમાં કરવામાં આવનાર છે.