ગણદેવી: નવસારી જિલ્લામાં હાલમાં દિવાળીના માહોલમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે ત્યારે ફટાકડા પર હિન્દૂ દેવી દેવતાઓના ફોટા છપાતા વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વેપારીઓને ફટાકડા ન વેચવા અપીલ કરી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં દિવાળીના માહોલમાં ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વેપારીઓને ફટાકડા ન વેચવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે લક્ષ્મી બૉમ્બ સહિત કેટલાક ફટાકડા પર દેવી દેવતાઓના ફોટાઓ હોય છે આ ફટાકડાઓ ફુટયા બાદ હિંદુ ધર્મના પવિત્ર અને પૂજનીય દેવી દેવતાઓના ફોટા રસ્તે રઝળતા મોટાભાગે જોવા મળતા હોય છે. આ બાબતે વેપારીઓ પણ આ મુદ્દા સાથે સહમત થયાં.

આમ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોને આ ફોટા જોઈને લાગણી દુભાય છે. જેથી ફટાકડા બનાવતી કંપનીઓ આવા ફોટા છાપવાનું બંધ કરે તેવી માંગ સાથે ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં બજરંગદળ અને વી.એચ.પીના કાર્યકરોએ વેપારીઓને આવા ફટાકડા ન વેચવા માટે અનુરોધ કર્યો હતો. ફટાકડા વેચતા વેપારીઓ પણ આ વાતથી સહમત થયા હતા અને આ વર્ષે માલ ભરાઇ ગયો છે ત્યારે આ સમગ્ર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ ન હોવાથી તેઓએ આવતા વર્ષે માતાજીની પ્રકૃતિ વાળા ફટાકડા નહીં વેચશે તેવી વાત કહેતા સમગ્ર મુદ્દો શાંત થયો હતો.