સુરત: ૭૫માં આઝાદીનો અમૃત મહોત્સવ અને ૪૪ દિવસનો કાયદાકીય મહાઅભિયાન જ્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સયુંકત રાષ્ટ્ર દિવસ નિમિત્તે કાયદાકીય જાગરૂકતાના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સેવા સત્તામંડળના સચિવ અને અધિક સિનિયર જજ કે. એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સુરત, યુનિસેફ, સમતા ચેરીટેબલ ટ્રસ્ટ અને ક્રાઇ ઓર્ગેનાઈજેશન દ્વારા ૭૫માં આઝાદીનો અમૃત મહોત્સવ અને ૪૪ દિવસનો કાયદાકીય મહાઅભિયાન બોમ્બે માર્કેટ રેલ્વે લાઈન પાસેના સ્લમ વિસ્તાર ખાતે કાનૂની જાગરૂકતા શિવીર અને કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પેનલ એડવોકેટ પૂનમ મિશ્રા દ્વારા મહિલાઓ અને બાળકોના અધિકારો, જાતીય ઘરેલુ હિંસા, પી. એલ. વી. દીપક જાયસવાલ દ્વારા પોકસો એકટના ગુનાહો, મફત કાનૂની સહાય, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી મળતી સહાયો, અસંગઠિત કામદારો માટે ઇ- શ્રમ કાર્ડ, ક્રાયના રાજલ રાણા દ્વારા બાળ સુરક્ષા માળખું અને સમતા ટ્રસ્ટના સુમિતભાઈ દ્વારા વેકસીનેસન વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. સાથે હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલ ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો શપથ લેવડાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમતા ટ્રસ્ટના સંચાલક ભરતભાઈ, સમગ્ર ટીમ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.