ગુજરાત: રાજ્યમાં એક તરફ જ્યાં મોટી સંખ્યામાં ટીચર્સ ઍપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) પાસ કરનાર ઉમેદવારો શિક્ષકની નોકરી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરની સરકારી શાળાઓમાં ધોરણ 1થી 8ના શિક્ષકો માટે લગભગ 14 હજાર જગ્યાઓ ખાલી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલમાં RTI અરજીના સરકારી જવાબ પ્રમાણે 1થી 8 ધોરણમાં 3, 324 જગ્યાઓ ગણિતના શિક્ષક માટે અને 3,087 જગ્યા સમાજવિદ્યાના શિક્ષકોની જગ્યા ભરવામાં આવી નથી. આ આંકડા ઑગસ્ટ 31 સુધીના છે. સ્થાનિક શિક્ષિત બેકાર યુવાનો જણાવે કે ધોરણ 1 થી 5 માં 5,687 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં 8,237 જગ્યાઓ આમની આમ છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે, “50 હજાર જેટલાં યુવક-યુવતીઓએ TAT પાસ કરી છે અને ચાર વર્ષથી શિક્ષકની નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. જો શિક્ષકોની આટલી મોટી ઘટ હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે ?”

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here