તાપી: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા 6.82 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી વિગતો પ્રમાણે મુખ્યમંત્રીએ કોલેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ પછી સૌને સંબોધતા કહ્યું કે સમાજમાં રોટી, કપડા અને મકાનની સાથે સૌથી વધારે જરૂર શિક્ષણની છે. શિક્ષણ એ સમાજના વિકાસ અને સમૃધ્ધિનો પાયો છે. વડાપ્રધાનના જ્ઞાનશક્તિના દ્દઢ નિશ્ચયથી રાજ્યમાં શિક્ષણનો મજબુત પાયો પ્રસ્થાપિત થયો છે. જેના વડે ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડેલ બની ગયું છે.

આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા કલેકટર એચ. કે. વઢવાણિયાએ સ્વાગત પ્રવચનથી કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીઓ/મહાનુભાવો ના હસ્તે પ્લેસમેન્ટ થયેલ વિદ્યાર્થીઓને નિમણુંક ઓર્ડર,રમત-ગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનારાઓને મેડલ-પ્રમાણપત્રો એનાયત કરાયા અને કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું