વલસાડ: થોડા સમય અગાઉ વલસાડના વાપી શહેરમાં GIDCના સેકન્ડ ફેઝ સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓગ્રેનીક યુનિટ એકમાંથી પીળા રંગનું એલ્યુમિનીયમ ક્લોરાઇડ નામનું તીવ્ર ગંધ વાળુ પ્રવાહી કેમિકલને કપરાડાના કુંભઘાટ પાસે ઠાલવવા બાબતે ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે કરેલી ફરિયાદને પગલે પોલીસે ગુનો નોંધી કંપનીના માલિક તથા મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આ કેસમાં ધરમપુર સર્કલ PSI ગામીતે ટેન્કર માલિકને પકડવા માટે પોલીસની એક ટુકડી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મોકલી હતી પણ તાજા જાણકારી મુજબ ઉજ્જૈનમાં પણ ટેન્કર માલિકનો કોઇ પત્તો ન મળ્યાનું માહિતી મળી છે. હાલમાં આદિવાસી વિસ્તાર કપરાડાના કેમિકલ વેસ્ટ ઠાલવવાનો મુદ્દો ભારે ચર્ચામાં છે.
આ કેસમાં હાલમાં પોલીસે ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ લીધા છે આ ઉપરાંત વાપી ગુંજન વિસ્તારમાં રહેતા મંગલમ કંપનીના વાઇસ પ્રેસીડન્ટ કમલ ઇશ્વરલાલ વશી તથા ઉજ્જૈનના સ્પેસીફિક પેટ્રો.કેમ્પ કેમિકલના માલિક મન્નીદર ઉફ્રે સરદારજીની હરબન્સ સજુલાની ધરપકડ કરવામાં પોલીસ હજુ સફળ થઇ નથી.

