ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીરે ધીરે નિયંત્રણ આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતા, કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જયારે 17 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા, રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા થયો છે. 24 કલાકમાં નોંધાયેલા નવા કેસો પૈકી સુરત અને અમદાવાદમાં 6-6 કેસો, વલસાડમાં 4 કેસ અને વડોદરામાં 2 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં રસીકરણ મહાઅભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેના પરિણામે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 8,58,029 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. જેને મળીને અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 6,50,26,318 લોકોનું રસીકરણ કરી કોરોના સામે રક્ષિત કરાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,872 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે હાલની પરિસ્થિતિએ રાજ્યમાં કોરોનાના કુલ 183 કેસો સક્રિય છે. અત્રે નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે આજે રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.











