ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ગતરોજ નવરાત્રિના તેહવારના ટાળે સતત 9 નવ કલાક સુધી વીજળી ડુલ રહેવાના કારણે ગ્રામ્ય વિસ્તારના દ.ગુ.વીજ કંપની પ્રત્યે પ્રજાજનનોમાં ભારે આક્રોશ જોવા મળ્યોની ખબર સામે આવ્યા હતા
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તેહવારના સમયે જ નવ નવ કલાકો સુધી પાવર કાપ રહ્યો હતો એનું કારણ પુછાતા વીજ કંપનીના અધિકારીઓએ ફોલ્ટ થવાના કારણે વીજળી બંધ રાખવામાં આવી હતી એમ જણાયું છે. ચીખલી દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરીનો ટેલીફોનીક સંપર્ક કરતા સતત વ્યસ્ત બતાવતા વીજ કંપનીના અધિકારીનો સંપર્ક કરતા એમનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો.
ફોલ્ટ થતા વીજળી કાપ રહ્યો હતો પણ શું ચીખલી દ. ગુ.વીજ કંપની દ્વારા એક ફોલ્ટ શોધતા નવ નવ કલાક લાગ્યા ?. વીજ કંપનીની કચેરીમાં ટેલીફોનીક સંપર્ક કરતા ફોન સતત વ્યસ્ત બતાવતા વીજ કંપનીના અધિકારીનો પણ ટેલીફોનીક સંપર્ક કરતા એમનો ફોન સ્વીચ ઓફ આવ્યો.નવરાત્રી તેહવારોના દિવસોમાં વીજળી બંધ રહેતા પ્રજાજનનોને ભારે હાલાકી ભોગવવી પડી હોવાના કારણે તેમનામાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.











