ઉત્તર પ્રદેશનાં બારાબંકી જિલ્લામાં આજે એટલે ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો. પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે 14 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જયારે ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દનાક માર્ગ અકસ્માત ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાનાં થાણા દેવા હેઠળ માતી વિસ્તારનાં બબુરી ગામ નજીક થયો હતો.

મળતી માહિતી મુજબ, ડબલ ડેકર ટૂરિસ્ટ બસ દિલ્હીથી ગોંડા-બહરાઇચ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માત બાદ લોકો મોટેથી ચીસો પાડવા લાગ્યા હતા. ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ ખસેડવામાં આવ્યા છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં લગભગ 14 લોકોનાં મોત થયા છે. જયારે, આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી ચર્ચાઓ છે. અકસ્માત બાદ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, ટ્રક રેતીથી ભરેલી હતી, જે બસ સાથે અથડાઈ હતી. બસમાં કેટલા લોકો હતા તે અંગે વધુ માહિતી મળી શકી નથી. જેસીબી પણ સ્થળ પર પહોંચી ગઈ છે જે બસ અને ટ્રકને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.