ચીખલી: નવસારીના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 6 આરોપી પૈકી ચાર આરોપીને LCB દ્વારા થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગતરોજ પાંચમા આરોપી PSI જે.એસ.પટેલનની એલસીબીએ બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 6 આરોપી પૈકી ચીખલી PI એ.આર.વાળા, પોલીસકર્મી શક્તિસિંહ ઝાલા, રામજી ગયાપ્રસાદ, એમ. બી. કોંકણી ચાર આરોપીને LCB દ્વારા થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગતરોજ પાંચમા આરોપી PSI જે. એસ. પટેલનની LCBએ બાતમીના આધારે ધરપકડ થઇ છે.

ચીખલી કસ્ટોડિયલ ડેથમાં છ આરોપી પૈકી ચારની અટક કર્યા બાદ પાંચમા આરોપી તરીકે જી.એસ.પટેલ ચીખલી પો.સ.ઇ.નું નામ ખૂલતા જ બાતમી આધારે LCB પોલીસ નવસારી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે હાલમાં આ કેસમાં એસટી એસસી સેલના DYSP બી.એસ.મોરી વધુ તપાસ કરી રહ્યા છે.