પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી પી. ડી. ઈ. યુ. ગાંધીનગર ખાતે યોજાયેલા “એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021” વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટેક્નોલૉજી ક્ષેત્રે થતાં નવાં-નવાં આવિષ્કારો આર્થિક પરિવર્તન માટેના મહત્વનાં પરિબળો સાબિત થાય છે, ત્યારે “એડિટીવ મેન્યુફેક્ચરિંગ અથવા થ્રી-ડી પ્રિન્ટિંગને દેશના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો માટે ચાવીરૂપ ગણાવ્યું હતું.

ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ થ્રી-ડી પ્રિન્ટિંગને સમયની આવશ્યકતા ગણાવી જણાવ્યું કે, ટેકનોલોજીકલી એડવાન્સ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે.