વાંસદા: દરેક ધર્મમાં, સંસ્કૃતિઓમાં દિવંગત પિતૃઓનાં તર્પણ માટે એક યા બીજી વિધિ હોય જ છે. ગતરોજ નવસારી જિલ્લાના વાંસદાના વાંગણ ગામમાં આવેલ નદી પર ૬૩ જેટલા લોકોએ પોતાના પૂર્વજો યાદ કરી તેમના તર્પણ માટે શ્રાદ્ધ વિધિ કરી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના વાંગણ ગામમાં ગતરોજ ગામના ૬૩ જેટલા વ્યક્તિઓએ પોતાના પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ અર્પણ કર્યું હતું આ પ્રંસગે ગામના સરપંચ જયંતીભાઈ ધર્મજાગરણના કાર્યકર્તા ભાયકુભાઈ પવાર, લાછ્યાભાઈ ચવધરી, ધાકલુંભાઈ પવાર અને ગામના યુવાનો મહિલાઓ બાળકો અને પિતૃ તર્પણ કરનારાના પરિવાર જાણો હાજર રહ્યા હતા

લોકો માને છે કે શ્રાદ્ધનો અર્થ છે.  श्राद्धायां इदम् इति श्राद्धम् । તેમાં ”શ્રદ્ધા” મહત્વની છે. શ્રદ્ધા તે છે કે, ”હું જે તર્પણ કરૂં છું.” તે પિતૃઓને (માતા કે પિતાને) પહોંચશે જ. જરૂર છે માત્ર શ્રદ્ધાની અને શ્રદ્ધાથી કરાયેલાં તર્પણની, તેથી જ તે વિધિને ”શ્રાદ્ધ” તેવું નામ અપાયું છે. શ્રદ્ધાથી કરાયેલાં તર્પણથી પિતૃઓ તૃપ્ત થશે જ તે આ હિંદુ સંસ્કૃતિનું વચન છે એમ કહેવાય છે.