પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પદેથી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ લગભગ બે મહિના પહેલા જ 23 જુલાઇએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

નોંધનીય છે કે તાજેતરના કેટલાક દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુની મંજૂરી સાથેની પ્રવૃત્તિઓ બાદ કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા અને દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબની ગાદી સોંપવામાં આવી હતી.

નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં આંચ આવે તેની સાથે સમાધાન કરી શકુ નહીં. હું પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકું નહીં. એટલા માટે હું પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું.