ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશીને તેની અસર ઓછી થઇ છે. રાત્રે 55 કિ.મી.ની ઝડપે ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ઓડીશાના ગોપાલપુરની વચ્ચે કલિંગપટ્ટનમના કિનારા સાથે ટકરાયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું કલિંગપટ્ટનમના કિનારાના 20 કિમી દુરથી પસાર થયું હતુ. ચક્રવાત ગુલાબ લગભગ અડધી રાતે ઓડિશાના કોરાપુટ જિલ્લામાં પ્રવેશ કર્યો અને તેના 6 કલાક બાદ એટલે કે આજ સવાર સુધી નબળુ પડીને ઓછા દબાણ ક્ષેત્રમાં બદલીને નબળુ પડી ગયુ છે. ચક્રવાતના લીધે ઓડિશાના કોરાપુટ, રાયગડા અને ગજપતિ જીલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરથી હવાની ગતિ 50 થી 70 કિમીની રહેશે.

