આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદિજાતિના ખોટા પ્રમાણપત્રનાં વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી દુર કરવા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન સમસ્ત આદિવાસી સમાજ વિભાગ વાંસદા દ્વારા મામલતદારને આપ્યું છે.
મોડવા હડફ મત વિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આદિજાતી વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ વિભાગ ફાળવવામાં આવેલ છે જેને લઇ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ભરના આદિવાસી સમાજે પ્રમાણપત્ર રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને વિરોધ પણ નોધાવ્યો છે.
તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તેઓને નીચેના કારણોથી તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવા આદિવાસી સમજની માંગ છે.
1) નિમિષાબેન આદિવાસીઓનું ખૂટું જાતી પ્રમાણપત્ર મેળવી આદિવાસીની સીટ પર ચુંટણી લડ્યા છે, એ બાબતે નામ, ગુજરાત હાઇકોર્ટમાં ઈલેકશન પીટીશન નં. ૧/૨૦૨૧ દાખલ કરેલ છે, જેની નામદાર હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે, કેસ પેન્ડીંગ છે.
2) આદિવાસી વિકાસ વિભાગના જાતી પ્રમાણપત્ર આપવા અને ખરાઈ અંગેના ૨૦૧૮ના એક્ટ અન્વયે તા. ૧૯/૦૯/૨૦૨૦ થી નિયમો અમલમાં આવેલ છે. આ નિયમોના નિયમ ૧૦(૨), ૧૦(૨) અન્વેય જાતિ પ્રમાણપત્ર ખરાઈ કર્યા બાદ જ કોઈ પણ લાભ મળે. આ કેસમાં સરકારના ૨૦૧૮ના એક્ટ અને જાતી પ્રમાણપત્ર આપવાના અને ખરાઈ કરવાના નિયમોનું ઉલ્લંઘન થાય છે.
વધુમાં જણવ્યું છે કે, ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાને લેતા શ્રીમતી સુથારનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ થયા બાદ જ ધારાસભ્ય કે મંત્રીશ્રીનો હોદ્દો મળે આદિવાસી સમાંજે જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિશ્લેષણ સમિતિને રજૂઆત કરેલ છે, જે પેન્ડીંગ છે.નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ પેન્ડીંગ છે. આમ આ કેસમાં રુકાવટ ન આવે અને ન્યાયી તપાસ થયા તે માટે નિમિષાબેન સુથારને તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવાની કરી છે. તેમને હટાવવામાં નહિ આવે તો આંદોલન પણ કરીશું આદિવાસી સમાજ.

