પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક કરવામાં આવી રહ્યો હતો અને ખાણ ખનીજ તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરા તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા અચાનક રેડ પાડી એક ટ્રક પકડી પાડતા ખનન માફિયામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ શહેરાના જંગલોમાં જમીનના પેટાળમાં કુદરતે સફેદ પથ્થરોનું અપાર ભંડાર ભરેલ છે ત્યારે શહેરાના ખનન માફિયાઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો ધોળા દિવસે કાળો કારોબાર કરતા હતા. ત્યારે ખાણ ખનીજ તંત્ર દ્વારા ઘોર નિંદ્રામાં જ પોઢી રહ્યું છે અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા વારંવાર રેડ કરીને ટ્રકો ઝડપી પાડવામાં આવે છે. શહેરા તાલુકા બિલાડી ની ટોપની જેમ પથ્થર ખનન ચાલી રહ્યું છે જેમાં છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓની ખનીજ ચોરીની ગાડીઓ કોઈ અધિકારી પકડી ના શકે તે માટે ખનીજ ચોરો દ્વારા સોશિયલ મીડિયા ગૃપ માં અધિકારીઓના પીછો કરીને ગૃપમાં જાણ કરતા હોઈ છે ત્યારે આજે GJ-07-X-9295 પથ્થર ભરેલી ટ્રક જઈ રહી હોવાની ખાનગી બાતમી શહેરા પ્રાંત અધિકારી જય બારોટને મળી હતી.

આ બાતમીના આધારે શહેરા પ્રાંત અધિકારી જય બારોટ સવાર આ ગાડીનો પીછો કરીને સરકારી દવાખાના આગળ પકડવામાં આવી હતી.જેમાં ટ્રક ચાલક પાસ પરમીટ માંગતા કોઈ પાસ પરમીટ મળી આવેલ ન હતી.જેથી શહેરા પ્રાંત અધિકારી દ્વારા ટ્રકને તાલુકા સેવાસદન ખાતે લઇ મુકવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.