વ્યારા: હવે ગુજરાતમાં પણ યુપીમાં બનતા ધોળે દિવસે અપહરણના કિસ્સા બની રહ્યા છે વાત એમ બની કે ગતરોજ વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતી 15 વર્ષની સગીર વયની દીકરીને બે ઈસમોઓએ ફિલ્મી ઢબે મોટરસાઇકલ પર આવી અપહરણ થયાનો કિસ્સો બનવા પામ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વ્યારા તાલુકાના કપુરા ગામમાં એક દંપતી રહે છે. ગતરોજ માતા પોતાની 15 વર્ષીય સગીર વયની દીકરી લઈને પાર્લર જવા માટે કપુરા બસ સ્ટેશન પાસે ઉભા હતા આ સમયગાળામાં જ ઝઘડિયાના વાગધરામાં રહેતા યુવરાજભાઇ દિનેશભાઈ વસાવા અને એક અન્ય યુવક મોટરસાઈકલ લઈને આવ્યા અને ફિલ્મી ઢબે સગીર વયની છોકરીને મોટરસાયકલ પર બેસાડી અપહરણ કર્યાની માહિતી મળી છે.
આ બાબતે સગીર વયની દીકરીના મમ્મી દ્વારા વ્યારા પોલીસ મથકે બે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોધયા બાદ રા પીઆઇ રાકેશ પટેલ અને તેમની ટીમ દ્વારા આ અપહરણકર્તા યુવકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.