ગતરોજ સેલવાસના બાવીસ ફળિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવારનું ઘટના સ્થળ પર મોત થયું હતું

મળતી માહિતી મુજબ, કમલેશ પટેલ રહેવાસી અતુલ ફળિયા જે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર DN-09- M -8346 લઈને કોઈ કામ આર્થે નીકળેલ હતો તે સમયે બાવીસ ફળિયા પંચમુખી હનુમાન મંદિર નજીક રિંગરોડ પર પાછળથી આવતા કન્ટેનર ચાલકે ટક્કર મારતા કમલેશ પોતાની બાઇકનું બેલેન્સ ગુમાવ્યું હતું અને બેનર નીચે આવી જતા માથાને ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું

કન્ટેનર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ પહોંચી ગઈ હતી, અકસ્માત થયેલ મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પીટલમાં ખસેડી, આ સમગ્ર ઘટનાની સેલવાસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here