વઘઈ: ન્યાય મેળવવા માટે બધું જ કરી છુટવા છતાં જ્યારે વહીવટીતંત્ર પાસે ન્યાય ન મળે ત્યારે વ્યક્તિ થાકી અને અંદરથી હારી જાય છે અને ન કરવાનું કરી બેસે છે આવું જ વઘઈનો યુવાન કરવાનો આગવો સંકેત આપી રહ્યાની ઘટના સામે આવી રહી છે
ઉલ્લેખનીય છે કે આજે લગભગ ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડીયલ ડેથના દોઢ બે મહિના થવા આવ્યા છે તેમના આરોપીઓ પણ જાહેર થઇ ગયા હોવા છતાં હજુ પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી આ આરોપી વિરુદ્ધ ચીખલી પોલીસ નિષ્ક્રિય બનીને દિવસો પસાર કરી રહી છે એવું વાતાવરણ જોતાં કસ્ટોડીયલ ડેથમાં પોતાના ભાઈને ગુમાવેલા ભાઈ નિતેશ જાદવે મુખ્યમંત્રીને પત્ર લખી આવનારા થોડા દિવસોમાં ચીખલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે તો પોતે આત્મવિલોપન કરી લેવાનું લેખિતમાં જણાવ્યું છે.
ચીખલી પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવીને આત્મવિલોપન કરવા તરફ આગળ વધી રહેલા મૃતકના ભાઈ પછી એના પરિવારનું શું ? શું આપણા લોકશાહી દેશમાં એક ગરીબ ને ન્યાય મેળવવા માટે આત્મવિલોપન કરવા સુધી જવું પડશે. શું બિરસા મુંડા જેવા સમાજના લડવૈયાની મુખ્યમંત્રી તરફથી સાત દિવસમાં ઉચિત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે હવે આવનારા સમય બતાવશે કે એક ગરીબ આદિવાસી પરિવાર ને ગાંધીના ગુજરાતમાં ન્યાય મળેશે કે નહિ !

