વાંસદા: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગતરોજ વાંસદા તાલુકાનો જુજડેમ ઓવરફલો હતો અને આજે સવારે વાંસદા અને ચીખલી તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કેલીયા ડેમ ઓવરફલો થતાં જ ખેડૂતોમાં ખુશીઓ ફેલાયાના સમાચાર મળી રહ્યા છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર વાંસદા તાલુકામાં આવેલ કેલીયા ડેમ આજરોજ વાંસદા અને ચીખલી માટે જીવાદોરી સમાન કેલીયા ડેમ ઓવરફ્લો થતા વાંસદા તા. પંચાયતના પ્રમુખશ્રી શાંતુભાઇ, ઉપપ્રમુખ શ્રી દશરથભાઈ, જિલ્લા બી. જે. પી. સંગઠનના મંત્રીશ્રી ગણપતભાઈ, કેલીયા ગામના સરપંચ શ્રી જીતેન્દ્રભાઈ, સુખાબારી ગામના સરપંચ શ્રી વિજયભાઈ, કેલીયા મંડળીના દિનેશભાઇ, બિપીનભાઈ, દીપકભાઈ તથા ગામ આગેવાનો, ડેમના કર્મચારી સાથે નવા આવેલ નીરના વધામણાં કર્યા હતા.
સ્થાનિક આગેવાનો દ્વારા નવા જળ ની પૂજા-અર્ચના કરી શ્રીફળ વધેરવામાં આવ્યા હતા અને દર વર્ષ ડેમ છલકાય અને ખેડૂતોના પાણીની અછત ન વર્તાય એવી કુદરત પાસે યાચના કરવામાં આવી હતી.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)