ડાંગ: વઘઈ થી સાપુતારા માર્ગ પર અકસ્માતો થામવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં જ આજરોજ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી થતા અકસ્માત થયાની ઘટના સમાઈ આવી છે.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ GJ-10-VI-5972 નંબરનો ટ્રક જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો.

તાજા મળેલી જાણકારી પ્રમાણે અકસ્માતની ઘટનામાં ટ્રક અને ટ્રકમાં ભરેલા ટામેટાના જથ્થાને જંગી નુકસાન થયાનું અને ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.