ડાંગ: હાલમાં વઘઈથી સાપુતારાના ઘાટવાળો માર્ગો અકસ્માતોના હબ બનવા તરફ છે ત્યાં આજરોજ વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં વઘઇ બોટનીકલ ગાર્ડન અને ગીરાધોધ ફાટક વચ્ચે પીક-અપ ચાલક દ્વારા બાઈક સવારોને અડફેટમાં લેતા જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા ગામથી લીલાબેન ઘાટાળ તથા પૌત્રી તન્વી ડાંગ જિલ્લાનાં ચીખલી ગામે જમાઈનાં ત્યા પરૂણા આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ આહવા તાલુકાનાં ચીખલી ગામથી મહેન્દ્રભાઈ પાગી (જમાઈ) GJ-30-C-5690 નંબરની બાઈક લઇ સોનુભાઈ ઘાટાળની પત્ની લીલાબેન તથા પૌત્રી તન્વીને બેસાડી પરત ચિચીનાગાંવઠા ગામ મુકવા જતાં હતા તે સમયે ગીરાધોધ ફાટક અને બોટનીકલ ગાર્ડન વચ્ચે રસ્તા પર રોંગ સાઈડમાં ગફલતભરી રીતે હંકારી રહેલા રોંગ સાઈટમાં ચણા દાણાની લારીને ટક્કર માર્યા બાદ બાઈકને અડફેટમાં લેતા આ જીવલેણ અકસ્માતની ઘટના બની હતી.
તાજા જાણકારી મળ્યા પ્રમાણે અકસ્માતમાં બાઈક ચાલક મહેન્દ્રભાઈ પાગીનાં પેટનાં ભાગે તથા સવાર લીલાબેન ઘાટાળનાં મોઢાનાં અને માથાનાં ભાગે તથા પૌત્રી તન્વીનાં માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની વઘઇ સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા ત્યાં હાલત નાજુક લાગતાં વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે હાલમાં વઘઇ પોલીસે પીક-અપના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.