ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં મોસંબી સંતરાનો જથ્થો ભરેલ ટ્રક જે ટાવેરા અને સેલરીયો ગાડીને ટક્કર મારી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

Decision Newsને મળેલી વિગતો વિગતો પ્રમાણે જોઈએ તો અનુસાર આજરોજ નાસિક તરફથી મોસંબી સંતરાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ MH-06-AC-5256 નંબરનો ટ્રક સાપુતારાના શામગહાન પાસેના ઘાટમાર્ગમાં આવતાં વળાંકમાં સ્થાનિક સોનુનિયા ગામની ટાવેરા ગાડીને પાછળનાં ભાગે અને સાપુતારાની સેલરીયો ગાડીને સાઈડનાં ભાગે ટક્કર મારી માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ક્લીનર ટ્રકનાં કેબીનમાં દબાઈ જવાથી પગનાં ભાગે ગંભીર ઈજા પોહચી હતી તેથી તેને  તેને સારવારનાં અર્થે નજીકના શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનાં બનાવમાં ટ્રક, ટાવેરા તેમજ સેલરીયો ગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે સંતરાનો જથ્થો વેરવિખેર થતાં માલિકને પારાવાર નુકસાની વેઠવાની નોબત આવી છે.