વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતી એક સગીરા ગત 6 સપ્ટેમ્બરના તારીખે પિતા સગીરાને સ્કૂલે મૂકવા ગયા બાદ સગીરાને ઘરે પરત ફરતાં પિતાએ વ્યારા પોલીસ મથકે સગીરાના અપહરણ થયાની ફરિયાદ નોંધાવ્યાનું સામે આવ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વ્યારા તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરા ટાઉનમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી 06 સપ્ટેમ્બરના રોજ સગીરા તેમના પિતા સ્કૂલના ગેટ ઉપર ગયા હતા પરંતુ સાંજે શાળા છુટ્યા પછી પણ સગીરા પરત ન ફરતાં પિતાએ જુદી જુદી જગ્યાએ તપાસ કરી પણ કોઈ પત્તો ન લાગતો તેમને આ બાબતે વ્યારા પોલીસ મથકે અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને વ્યારા PI એ તપાસ હાથ ધરી હતી.
વ્યારા PIએ તાપીના વાલોડ તાલુકાના અંબાચ ગામના સડક ફળીયામાં રહેતા વિપુલકુમાર જયેશભાઇ ગામીત ઘરેથી શોધી કાઢી હતી એવું જાણવા મળ્યું છે કે યુવકે સગીરાને લગ્ન લાલચ આપીને પટાવી પોતાના ઘરે લઇ જઇ તેની મરજી વિરુધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું જેના કારણે વિપુલકુમાર જયેશભાઇ ગામીતની અટકાયત પોલીસે કરી છે.











