કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદમાં આવતા ટુકવાડા, ભાટેરી, કુમસેત, ઉબરપાડા, ગાડવી, ધારણમલ એવા અંતરિયાળ ગામોના વિસ્તારની મુલાકાત માટે આર. જે ગામીત પીએસઆઇ અને એની ટીમ સાથે ગામની મુલાકાત લીધી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદમાં આવતા ટુકવાડા, ભાટેરી, કુમસેત, ઉબરપાડા, ગાડવી, ધારણમલ એવા અંતરિયાળ ગામોના વિસ્તારની મુલાકાત માટે આર. જે ગામીત પી.એસ.આઇ અને એની ટીમ સાથે ગામની મુલાકાત લઇ ગામના પ્રશ્નો સમસ્યાઓ અને એના ઉકેલ માટે કેવા પગલાં લઇ શકાય તે વિષે લોકજન સાથે ચર્ચા- વિચારણા કરી હતી.

પી.એસ.આઇ આર. જે ગામીત મુલાકાત દરમિયાન ટુકવાડા તેમજ અન્ય ગામના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ ગામના આગેવાનો ઉપસ્થિત હતા.