ડાંગ: દક્ષિણ ગુજરાતના આજે પણ ડાંગ જેવા બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં તો ” ડિજિટલ ઇન્ડિયા ના સ્વપ્ન એક સ્વપ્ન સમાન ,” છે એવું જણાવતા ડાંગના ચીંચલી ગામમાં નેટવર્ક સમસ્યાઓ મુદ્દે યુવાનોએ આવેદનપત્ર આપ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે પણ ડાંગ આદિવાસી લોકોને ફોન કરવા માટે દૂર ડુંગર પર અથવા ઝાડ પર ચઢીવું પડે છે. સમગ્ર દેશમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય આજે પણ સત્વરે ચાલુ છે ત્યારે આ અંતરીયાળ વિસ્તારોમાં તો નેટવર્ક ધાંધિયા જોવા મળે છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલાં હજુ સુધી ભરવામાં આવ્યા નથી

ડાંગ જિલ્લાના ચીંચલી ગામના શિક્ષિત યુવાનોનું કહેવું છે કે ચીંચલી ગામમાં આજ થી ત્રણ વર્ષ અગાઉ JIO કંપનીનો ટાવરની પ્રક્રિયા પૂર્ણ પણે ઉપલબ્ધ કરવામાં આવી છે પણ આજ દિન સુધી ‘JIO ધન ધનાધન’ ના લાભ લોકો સુધી પોહ્ચાયો નથી એજ પ્રમાણે ચીંચલી ગ્રામ પંચાયત નજીક BSNL ના ટાવર ની મંજૂરી મળી ગયા છતાં ટાવર ની કામગીરી શરૂ કરી નથી. આ બેદરકારી મુદ્દે ઝડપથી પગલાં લઇ નેટવર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગ સાથે આખા ગામ વતી ગતરોજ ગામના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.