ઉંમરપાડા: ગતરોજ જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા અને સેવા કરી આર્મી માંથી નિવૃત થઇ આવેલા જવાન માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ઉંમરપાડાના નવી વસાહતોના ૧૪ ગામના જન સમુદાયોએ જય હિન્દ અને જય જવાન નારા સાથે લોકોએ જવાનની નિવૃત્તિને ઉત્સવ બનાવી દીધો હતો.
Decision Newsને મળેલી સ્થાનિક સ્રોતની માહિતી મુજબ ગતરોજ જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં પોતાની ફરજ અને દેશસેવા કરી નિવૃત થઇ પોતાના વતન પરત ફરેલા ઉમરપાડાના દેવરૂપણ ગામના દિલાવરસિંહ જી કોઠારીની નવી વસાહતોના બાળકો, યુવાસાથી, વડિલો, માતા બહેનો, યુવક, યુવતીઓએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૪ ગામના લોકોએ આ આર્મી જવાનના નિવૃતિના કાર્યક્રમને જય હિન્દ અને જય જવાન નારા બોલાવી આનંદ અને ઉત્સાહથી એક અનેરો અવસરમાં તબદીલ કરી દીધો હતો આ ૧૪ ગામના લોકોમાં દેશપ્રેમની તરવરી રહેલી તાસીર દેખાય આવી હતી. જુઓ આ વિડીયોમાં..
ઉમરપાડા તાલુકાના નવી વસાહતના રાંજનીવડ, સાતકાશી, રૂધીંગવાણ, ખૌટારામપુરા, ડોંગરીપાડા, કોલવાણ, ગુલીઉમર, મૌલીપાડા, ખનોરા, જોડવાણ હરીપુરા, ઉમરદા સાથે વતન મોટી દેવરૂપણના ગુજ્યુ બાળકોથી, યુવાથી લઇને વૃદ્ધો સૌએ સન્માન આપીને દરેક ગામમાં તિલક, ગુલદસ્તા અને ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)