ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વઘઈ, દ્વારા PSTE વિભાગનાં ડી.એલ.એડ. (PTC) બીજા વર્ષનાં તાલીમાર્થીઓ માટે કલા શિક્ષણ અંતર્ગત પરંપરાગત પહેરવેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાનાં સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરનાર કલા વિષયનાં અધ્યાપક યોગેશભાઈ ચૌધરીએ આ કાર્યક્રમની માહિતી અને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.

મળતી માહિતી મુજબ, ડી.એલ.એડ બીજા વર્ષના કોર્સ 8 અંતર્ગત સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકન વિષયના ચેપ્ટર-4નાં મુદ્દા નંબર 3.10 માં સમાવિષ્ટ ડાંગી નૃત્યકલાની બાબતો તાલીમાર્થીઓ શીખે તેમજ પોતાની સંસ્કૃતિનું જતન સંવર્ધન કરે, પરંપરાગત પોશાક પહેરી નૃત્ય કરે અને તેનું મહત્વ સમજે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ એક દિવસીય સેમિનારમાં તાલીમાર્થીઓમાં પોતાના પૂર્વજોની પરંપરા, આદિવાસી પહેરવેશ પ્રત્યે આત્મસન્માન કેળવાય તથા તેમની કલા સૌંદર્ય દ્રષ્ટિ વિકસે તે જરુરી છે. તાલીમાર્થીઓ અગાઉથી જ પોતાનો સમાજ તથા લોક નૃત્ય, પરંપરા રીતરિવાજ સંસ્કૃતિથી વાકેફ હોય છે તેથી તે પોતાના પૂર્વ અનુભવનું અનુસંધાન કરી પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવી સમાજનો એક જવાબદાર નાગરીક બનશે.

આ સ્પર્ધામા 38 તાલીમાર્થીઓ પૈકી હાજર 33 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ પોતાના આદિવાસી સમાજના પારંપરીક પહેરવેશમાં સજી-ધજીને પોતાની આગવી થીમ જેમકે ખેડૂત, ગોવાળ, દેવપૂજા કરવા જતા લોકો, પાણી લાવતી બહેનો, ઘાસચારો લાવતા સ્ત્રી-પુરુષ જેવી આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિની સાથે ગરબા, ડાંગી નૃત્ય, મટકીફોડ (ગોકુળ આઠમની ઉજવણી)ની પ્રવ્રુતિ પ્રતિબિંબ CATWALK ના માધ્યમથી પ્રસ્તુત કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ.બીએમ.રાઉત ઉપરાંત તમામ અધ્યાપકોએ પણ CATWALK લહાવોલઈ તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તાલીમઆર્થીઓને આનંદવિભોર કરી દીધા હતા, આ કાર્યક્રમનાં અંતમાં પ્રાચાર્યએ અને સાથી અધ્યાપક ગણએ શુભેચ્છાઓ પાઠવી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.