વાંસદા: બાળકો માટે માં-બાપનો પ્રેમ નિ:સ્વાર્થ પવિત્ર અને સાથે જ લાગણથી ભરપુર હોય છે બાળક માટે પોતાના જીવ આપવા પણ માં બાપ અચકાતા નથી જેનું ઉદાહરણ વાંસદા તાલુકાના મોળાગામમાં જોવા મળ્યું હતું. પોતાના માનશીક અસ્વસ્થ બાળકના આત્મહત્યા કર્યાના દુઃખ સહન ન કરી શકતા માં- બાપે પણ આપઘાત કરી લીધાની ઘટના બહાર આવતાં જ સમગ્ર પંથકમાં શોકમગ્ન વાતાવરણ સવાઈ ગયું છે.

Decision News સાથે વાત કરતાં મોળાઆંબા ગામના સરપંચ રોહિતભાઈ જણાવે છે કે વાંસદાના મોળાઆંબા ગામમાં પરિવારમાં જત્રીભાઈ ભોયજીભાઈ ઘાટાળ એમના પત્ની મનકીબેન જત્રીભાઈ ઘાટાળ અને તેમના પુત્ર યોગેશભાઈ ત્રણ સભ્યો સાથે પરિવાર સાથે રહેતા હતા.પોતાની એક છોકરીને તેમણે પરણાવી દીધી હતી પણ પુત્ર માનશીક રીતે થોડો બીમાર હતા અને અવારનવાર આત્મહત્યા કરવાની કોશિશ કરતો રહેતો હતો. એવી સંભાવના લાગી રહી છે કે ગઈકાલેપ રાતે પુત્રે ઘરની પાસે આવેલા આંબાના ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હશે અને આ દુઃખ કદાચ માં-બાપથી સહન ન થતાં જ એક આંબાના ઝાડ પર તેમણે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારે એમની પુત્રી ઘરે આવતા તેમણે લગભગ 10 વાગ્યાની આસપાસ આ દ્રશ્ય જોયું અને તેમણે મને જાણ કરી અને મેં વાંસદા પોલીસ ખાતે આ ઘટનાની જાણ કરી હતી. જુઓ આ વિડીયોમાં..

ઘટનાની ખબર મળતા જ વાંસદાના PSI વસાવા સાહેબ પોતાની ટીમ લઇ ઘટના સ્થળે આવી પોહચ્યા હતા અને આખા પરિવારની લાશોનો કબજો લઇ PM માટે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.