નવસારી: આઠમની રાતે જુગારના શકુનિઓની ચાલને નવસારી જિલ્લાની સિંઘમ પોલીસ માત આપતી હોય તેમ નવસારીના એસ.પીના આદેશ અનુસાર નવસારીના 11 પોલીસ મથકના પીઆઇ તથા પોલીસકર્મીઓ દ્વારા ઠેક ઠેકાણે જુગાર રમતા સ્થળો પર રેડ પાડી હતી અને જુગાર રમતાં 131 જેટલા શકુનીઓને જેલની હવા ખવડાવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં સાતમ-આઠમે રમાતો જુગારને અટકાવવા એસ.પી ઋષિકેશ ઉપાધ્યાયે દરેક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી જેના પરિણામે 17 જેટલા સ્થળે જુગાર રમતા 131 શકુનિઓ પોલીસ રેડમાં ઝડપાય ગયા હતા.

જેમાં નવસારી એલસીબી દ્વારા 1 કેસ, નવસારી ટાઉન પોલીસમાં 2 કેસ, નવસારી ગ્રામ્યમાં 3 કેસ, બીલીમોરા પોલીસ મથકમાં 2, ચીખલીમાં 2 કેસ, ખેરગામમાં 2 કેસ, વાંસદા પોલીસ મથકે 1 કેસ, ગણદેવી પોલીસમાં 3 કેસ મળી કુલ 16 કેસ કરીને શકુનિઓની પોલીસે આઠમ બગાડી હતી.