ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મડળ સુરખાઈ ખાતે 2 સપ્ટેમ્બર રોજ આદિવાસી યુવાનો માટે સવારે 07.00 કલાકે થી PSI, ASI, અને કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી માટેના વર્ગોની શરૂવાત કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે અને આ હરીફાઈવાળા યુગમાં જો તમે તાલીમ બદ્ધ રીતે કોઈ પણ કાર્ય કે અભ્યાસ ન કરો તો તમને સફળતા ન મળે એ નક્કી છે આવા સમયમાં આદિવાસી યુવાનો પણ પોતાની મંજિલ મેળવવા માટે તાલીમ બદ્ધ તૈયારી કરવી પડશે. શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ જે આદિવાસી યુવાનો PSI, ASI, અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી માટેના વર્ગોની 2 સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યા છે.

Decision Newsને આ માહિતી શ્રી જ્ઞાન કિરણ ઢોડિયા જ્ઞાતિ મડળ સુરખાઈ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે અને આ વર્ગો દરમિયાન સમયસર દરેક હાજર રહેવું, પરીક્ષાર્થી માસ્ક પહેરવું ફરજિયાત છે અને સરકારશ્રી ના COVID -19 નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે