ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. સુમિત અંતિલએ ભાલા ફેકમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત રમતા, સુમિતે ભાલા ફેંકવાની F-64 ઇવેન્ટના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે તેના પાંચમા પ્રયાસમાં સુધારો કર્યો અને 68.55 મીટરના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
સુમિત અંતિલ તેના પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર દૂર ભાલો ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજા પ્રયત્નમાં 65.27, ચોથા પ્રયત્નમાં 66.71 અને પાંચમાં પ્રયત્નમાં 68.55 મીટર દૂર થ્રો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના માઈકલ બરિયને 66.29 મીટર થ્રોની મદદથી સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીલંકાએ દુલન કોડિથુવક્કુએ 65.61 મીટરનો થ્રો ફેકીને બ્રોન્જ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં F-44 ક્લાસમાં ભારતના જ સંદિપ ચોથા સ્થાન પર રહ્યા હતા જેણે સીઝનું તેનું સૌથી શ્રેષ્ટ પ્રદર્શન કરીને 62.20 મીટરનો થ્રો કર્યો હતો.

