વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ખાતે વાંસદા સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગણપતિ તેમજ જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીને લઈ ગામના આગેવાનો તેમજ ગણેશ મંડળના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
Decision Newsને મળેલી આ બેઠકમાં આગેવાનો તેમજ આયોજકોએ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગણેશજીની પ્રતિમા ચાર ફૂટની તેમજ એક જ વાહનમાં પંદર વ્યક્તિઓ દ્વારા પ્રતિમાનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તથા ડીજે ન વગાડી ગણપતી મંડપમાં ઢોલનો ઉપયોગ કરવાનું કહ્યું છે અને સોસીયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે.અને જન્માષ્ટમી બાબતે જે તે સ્થળોએ સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય સપ્તાહ કરવાની પરમિશન આપવામાં આવેલ છે. તેમજ દહીંહાંડી ફોડવાની તેમજ યાત્રા કે સરઘસ કાઢવાની મનાઈ કરવામાં આવી છે.
આ બેઠકમાં સ્થાનિક ગામના સરપંચ કલ્યાણભાઈ આર.પટેલ, ગ્રામ પંચાયત સભ્ય કનુભાઈ ડી. પટેલ, ગામના આગેવાનો તેમજ ગણેશ મંડળોના આયોજકો હજાર રહ્યા હતા ત્યાં પી.એસ.આઈ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે, લોકો કાયદા અને જાહેરનામાનું પાલન કરશે તો પોલીસની કોઈ કનગડતા રહશે નહીં અને આપણા તહેવારને પણ આને સારી રીતે ઉજવી શકીશું.

