પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવ્યો હતો. આદિઅનાદિ કાળથી શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.

Decision Newsને મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ શીતળા માતાની સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ.આજે મહિલાઓ દ્વારા શીતળા માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને તેમના પરિવાર શીતળા માતા સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી.હાલ શીતળાનો રોગ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થઈ ગયો છે, તેમ છતાં આપણી હિન્દુ ધાર્મિક માન્યતા પરંપરા અને આસ્થા સાથે આજે પણ શીતળા સાતમના દિવસે મહિલાઓ માતાજીનું પૂજન કરીને તેમના પરિવાર ની રક્ષા થાય તે માટે શીતળા સાતમનો તહેવાર ઉજવતી હોય છે.

પંચમહાલના ગ્રામિણ વિસ્તારની સ્ત્રીઓ પોતાની આસ્થા અને ધાર્મિક સંસ્કારથી પ્રેરિત બની આ સિતળાસાતમ ધામધૂમથી ઉજવ્યો હતો