વાંસદા: આજે જ્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવા આજની યુવા પેઢી જાગૃત બની છે ત્યારે ગતરોજ ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા હોળીપાડા અને ચારણવાડા ગામના યુવાનો સાથે કરવામાં આવી હતી.
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર ૭૨માં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ વાંસદા દ્વારા હોળીપાડા અને ચારણવાડા ગામે અનુક્રમે પ્રાથમિક શાળાની સામેનાં મેદાનમાં તથા હનુમાનદાદાનાં મંદિરના પટાંગણમાં વિવિધ ઈમારતી અને ઔષધિય રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કિરણ પાડવી (પી.આઈ) એ હાજરી આપી હતી તથા હોળીપાડા ગામનાં સરપંચ રાજુભાઈ શાળાના આચાર્ય જયંતિભાઈ કુરેલીયાના તાલુકા પંચાયત સભ્ય માધુભાઈ તેમજ ચારણવાડા સરપંચનાં પતિશ્રી શુકકરભાઈ, ઉપ સરપંચ,ગ્રામ પંચાયતનાં સભ્યશ્રીઓ તથા ગામનાં આગેવાનોએ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રા.ફો. મહુવાસ રામસીંગભાઈ ગામીત તથા મહુવાસનાં બીટગાર્ડ અર્જુનભાઈ પટેલ તથા અંકલાછનાં બીટગાર્ડ દશરથભાઈ પટેલે કર્યું હતું.
કિરણ પાડવીએ Decision News જણાવ્યું કે આજે પર્યાવરણની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણની જાળવણી પણ એટલી જ અગત્યની છે. માટે પર્યાવરણ મુદ્દે જાગૃતિ અને સંરક્ષણ માટે યુવાને હંમેશા પ્રોત્સાહિત કરાવી રહી.