સુરત: હાલમાં જ્યારે રોજગારી જેવા મુદ્દા ઉપર યુવાનો અવઢવમાં અને ચિંતામાં મુકાયા છે ત્યારે આદિવાસી યુવાનોમાં રોજગારી સબંધી જાણકારી મળી રહે એ માટે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલ નેહરૂ યુુવા કેન્દ્ર સુરત અંતર્ગત શ્રી એક્શન યુવા ગૃપના માધ્યમથી યુવાઓ માટે રોજગારલક્ષી વેબિનાર યોજવામાં આવ્યો હતો.

Decision Newsને મળતી માહિતી મુજબ ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલ નેહરૂ યુુવા કેન્દ્ર સુરત અંતર્ગત શ્રી એક્શન યુવા ગૃપના માધ્યમથી યોજાયેલ વેબીનારમાં યુવાઓને કેરિયરલક્ષી, ઇન્ટરવ્યુ દરમ્યાન ધ્યાન રાખવા જેવી બાબત, હાલની સ્થિતિમાં સ્પર્ધા ખુબ મોટા પ્રમાણ વધી રહેલી તેની સામે સતત ટંકવા માટે સતત એક્ટીંવ રહેવું પડે તે બાબતે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સરકારી અને અર્ધસરકારી પ્રાયવેટ નોકરી ઓનલાઇન ઇન્ટરવ્યુ બાબતે સાથે અનુબંધક પોર્ટલ વિશે માહિતી આપી તેમા જેવા તમામ પ્રકારની વેબપોર્ટલ રજીસ્ટ્રેશની માહિતી આપવામાં આવી હતી.

આ વેબિનાર કાર્યક્રમને રોજગાર કચેરી સુરતના રોજગાર ઓફિસર અમનદિપ અને શ્રી એક્શન યુવા ગૃપના વિજય વસાવા અને ધર્મેશભાઇ ચૌધરીએ સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો.