સુરત: ગતરોજ ઉપરવાસ એટલે ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉંમરા ગામમાંથી વહેતી અંબિકા નદીમાં જળ સ્તર વધવાથી અંબિકા નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજી વાર છલકાતા આ દર્શ્યો જોવા લોકો ઉમટી પડયા.

મહુવાના સ્થાનિક યોગેશભાઈ Decision Newsને જણાવે છે કે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક વધી રહી છે જેને લઈને અંબિકા નદી ઉપર આવેલા મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજી વાર છલકાતા આ દર્શ્યો જોવા માટે આજુબાજુના ગ્રામજનો ઉમરા ખાતે પહોચ્યા હતા અને કુદરતી નજારો નિહાળ્યો હતો.

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉંપરવાસમાંથી પાણીનું વ્યાપક પ્રમાણ વધતાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામમાં વહેતી અંબિકા નદી ગતરોજ ગાંડીતુર થયેલી જોવા મળતી હતી અંબિકા નદી પરના છલકાયેલા મધર ઇન્ડિયા ડેમને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા.