વલસાડ: જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર અને પ્રેમના પાવન પર્વ રક્ષાબંધન નિમિત્તે સિવણ, ગ્લાસ આર્ટ અને પારર્લનાં કલાસે મળી રાખડી, માસ્ક અને ચોકલેટનું ગીફ્ટ પેક તૈયાર કરીને બજારમાં વેચાણ માટે મુકવામાં આવ્યું હતું.
Decision News સાથે વાત કરતાં જન શિક્ષણ સંસ્થાનના સંચાલક તરીકે ફરજ બજાવતા પ્રદીપભાઈ સોનાર જણાવે છે કે આ સંસ્થાન સાથે સંકળાયેલા બહેનો દ્વારા ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના તહેવાર રક્ષાબંધન પર પોતાની આવડતથી આ કલાત્મક રાખડીઓ અને માસ્ક તથા ચોકલેટ સાથેની આ બહેનો માટે ગિફ્ટ તૈયાર કરી છે. ખરેખર ખુબ જ કલાત્મક રીતે એને સજાવવામાં આવ્યું છે.
વલસાડમાં આદિવાસી વિસ્તારમાં આવેલ જન શિક્ષણ સંસ્થાન ગાંધી વિચાર સાથે જીવન જીવવાની રીત શીખવી અને નવા જમાના સાથે કેવી રીતે કદમથી કદમ મિલાવવી આવનારા ભવિષ્ય બહેતર બનાવાવની કળા શીખવતું ઉત્તમ સંસ્થાન છે એમાં બે મત નથી.

