વાંસદા: નવસારી જિલ્લામાં અને તેના વાંસદા તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સાંજના સમયે ઝરમર વરસાદ વરસ્યો હતો. વાંસદાના સમગ્ર ગ્રામ્ય પંથકમા અડધોથી પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો નોંધાયાના અહેવાલો પ્રગટ થયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ હવામાન વિભાગ દ્વારા ફરી ચોમાસુ સક્રિય થવાની અને હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આજે આકાશમા કાળાડિબાંગ વાદળોને જોઈને ધોધમાર વરસાદ તૂટી પડશે એવુ લાગી રહ્યું છે પરંતુ મેઘરાજા ઝરમરિયાં વરસાવી રહ્યો છે ગઈકાલે વાંસદા બપોર પછીના ૪ થી ૪.૩૦ વાગ્યાની આસપાસ ઝાપટાભર વરસાદ વરસ્યો હતો.
Decision News સાથે વાત કરતાં મનપુરના ખેડૂત નિકુંજ જણાવે છે કે ઘણા લાંબા સમય બાદ વરસાદી દેવના આશીર્વાદરૂપ વરસેલા વરસાદથી આ વિસ્તારમા ખેતીવાડીમાં ખુબ જ ફાયદો થશે. આપણા વાંસદા વિસ્તારમાં અને ડાંગરનો પાક લેતા આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી અને વરસાદી માહોલ મળતા ઘણો ફાયદો થશે.